Category: 03 શ્રી સ્વામિનારાયણ કિર્તન

  • 69 યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો

    યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો,બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજઆવો તે꠶ હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું,મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજઆવો તે꠶ મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,હવે કેમ કરી દહાડા જાય યોગીરાજઆવો તે꠶ રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો,નિત્ય તારા તો થઈને રહેવાય યોગીરાજઆવો તે꠶ તારું મુખડું જોયું […]

  • 68 જમો રે મારા જીવન જુગતે

    જમો જમો રે મારા જીવન જુગતે,ભોજનિયાં રસ ભરિયાં રે;પાક શાક તમ સારુ પ્રીતમ,કોડે કોડે કરિયાં રે… તળિયાં ગળિયાં તાજાં તાતાં,કનક થાળમાં ભરિયાં રે;આરોગો મારા નાથ અલૌકિક,ઘૃત ઝાઝાં ઘેબરિયાં રે… કઢી વડી કારેલાં કાજુ,રાઈતણાં દહીંથરિયાં રે;જોઈએ તો ઉપરથી લેજો,માઠું જીરું ને મરિયાં રે…. બ્રહ્માનંદના નાથ શિરાવ્યા,દૂધભાત સાકરિયાં રે;ચળું કર્યું હરિ તૃપ્ત થઈને,નીરખી લોચન ઠરિયાં રે…

  • 67 મોને જમાડું રે જીવન મારા

    જમોને જમાડું રે જીવન મારા,હરિ રંગમાં રમાડું રે, જીવન મારા꠶ વા’લાજી મારા સોનાનો થાળ મંગાવું,મોતીડે વધાવું રે, જીવન મારા વા’લાજી મારા ઘેબર જલેબી ને લાડુ,જમો ને થાય ટાઢું રે, જીવન મારા ૩ વા’લાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું,માંહી સાકર નંખાવું રે, જીવન મારા વા’લાજી મારા દૂધ કઢેલાં ભલી ભાતે,જમો ને આવી ખાંતે રે, જીવન મારા꠶ વા’લાજી […]

  • 66 વિનાશી આવો જમવા શ્રીકૃષ્ણ હરિ

    અવિનાશી આવો રે, જમવા શ્રીકૃષ્ણ હરિ,શ્રી ભક્તિધર્મસુત રે, જમાડું પ્રીત કરી શેરડિયો વાળી રે, ફૂલડાં વેર્યાં છે,મળિયાગર મંદિર રે, લીપ્યાં લેર્યાં છે ચાખડિયો પહેરી રે, પધારો ચટકંતા,મંદિરિયે મારે રે, પ્રભુજી લટકંતા બાજોઠે બેસારી રે, ચરણકમળ ધોવું,પામરીએ પ્રભુજી રે, પાવલિયા લોવું ફુલેલ સુગંધી રે, ચોળું શરીરે,હેતે નવરાવું રે, હરિ ઊને નીરે પહેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી,ઉપરણી […]

  • 65 ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ

    ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ;લાલ સોને કા થાળ ઉસમેં જમે શ્રીમહારાજ;ગ્વાલ બાલજી… હરિકે આગે આયે ભક્તિ માત,સખિયાં લઈ આયે સાથ;કરતી આયે ઉસમેં બાત,ઉસકી આયરકી જાત;ચંપા મોગરી કા તેલ,ઔર કસ્તૂરી ધૂપેલ;મર્દન કરે ગોપી ગોવાળ,જમે મદન ગોપાલ હરિકે જળ જમના હું લાઈ,તાંબા કુંડીમેં ઠલવાઈ;બાજોઠ પર બેસાઈ,દેખો લાલકી સફાઈ;એક ગોપી લાઈ ટોપી,હીરા સાંકળી અબોટી;ઓઢે કસુંબલ શાલ,જમે મદન […]

  • 64 વહાલા આવો ને કરીએ વાતલડી

    વહાલા આવો ને કરીએ વાતલડી,તમને જોઈને ઠરે છે મારી છાતલડી… અણિયાળી રે તારી આંખલડી,જાણે લાલ કમળ કેરી પાંખલડી રે;રૂડાં લાગે છે કાનોમાં મોતી,તારી નાસા દીપ તણી જ્યોતિ રેવહાલા આવો ને મુખ જોઈને દુઃખ મારું ટળિયું,તારા દંત દાડમ કેરી કળિયું રે;બ્રહ્માનંદ કહે રીઝી છું જોઈને,હવે દેખું નહીં જો બીજા કોઈને રેવહાલા આવો ને

  • 63 હરિવર હીરલો રે

    હરિવર હીરલો રે,હીરલો લાધ્યો રે મંદિરમાં… હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક,એવા મોંઘા-મૂલો છબીલો માધો… ખાતાં પીતાં રે સૂતાં, બેઠાં સ્વપનામાં,એને અળગો ન મેલું ક્ષણ આઘો… કોડે કોડ રે ઝાઝાં જતન કરીને,એ મારા જીવ સંગાથે મેં બાંધ્યો… બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું,બેની જેમ ગુંગે રે ગોળ ખાધો…

  • 62 સુણો ચતુર સુજાણ

    સુણો ચતુર સુજાણ,એમ ન ઘટે રે તમને દીનાનાથજી;મારા પ્રાણના આધાર,જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી અમે તમ કારણ સહ્યાં મેણાં,નાથ નીરખવા ને સુણવા વેણાં;અમે તૃપ્ત નવ કીધાં નેણાંસુણો ચતુર સુજાણ, અમે લોકલાજ કુળની લોપી,કહેવાયા ગિરધરની ગોપી;અમે તમ કારણ પહેરી ટોપીસુણો ચતુર સુજાણ, પહેલી પ્રીત કરી શીદને આગે,દૂધ દેખાડીને માર્યા ડાંગે;પછી તેને તે કેવું વસમું લાગેસુણો […]

  • 61 હરિ ભજતાં સુખ હોય

    હરિ ભજતાં સુખ હોય,સમજ મન… હરિ સમરન બિન મૂઢ અજ્ઞાની,ઉંમર દીની ખોય… સમજ માતપિતા જુવતી સુત બંધુ,સંગ ચલત નહિં કોય… સમજ ક્યું અપને શિર લેત બુરાઈ,રહેના હૈ દિન દોય… સમજ બ્રહ્માનંદ કહે હરિને ભજી લે,હિતકી કહત હું તોય… સમજ

  • 60 સુંદર શ્યામળા રે

    સુંદર શ્યામળા રે,આવો છોગલાવાળા છેલ,છોગલાવાળા છે,વા’લા આવીષ તારી ગેલ… છેલ છબીલા રંગના રેલા,કેસરભીના કા’ન,સંભળાવો મુને શ્યામ સલુણી,મોરલડીની તાન.. મોહન તારી મૂર્તિ મારા,નેણામાં રાખીશ,ભૂધર તારી ચાલ ત્રિભંગી,લાલ કલંગી શિશ… તમ વિના રે મારે ઘડીએ ન ચાલે,પડી પટોળે ભાત,બ્રહ્માનંદના વા’લમા આવી,વસો મારે ઘેર રાત…