-
59 તારો ચટક રંગીલો છેડલો
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે શિર અજબ કલંગી શોભતી, અલબેલા꠶હૈડામાં રાખ્યા લાલ… રંગના꠶ મોળીડું છાયું મોતીએ, અલબેલા꠶ફૂલડાંની સુંદર ફોર… રંગના꠶ ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા꠶જોઈ ભ્રમર ભમે તે ઠોર… રંગના તારી પાઘલડીના પેચમાં, અલબેલા꠶મારું ચિત્તડું થયું ચકચૂર… રંગના બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા꠶વણદીઠે ઘેલીતૂર… રંગના
-
58 મન માની મોહન તારી મૂરતિ
મન માની મોહન તારી મૂરતિ રે;એક નિમિષ ન મેલું (મારા) ઉરથી રે મુને નેહડો જણાણો તારા નેણમાં રે,રઢ લાગી ન ભૂલું દિન રેણમાં રેમન માની મોહન… જોયું રૂપ તારું રળિયામણું રે,બીજું સરવે થયું અળખામણું રેમન માની મોહન… હું તો ગરક થઈ તારા ગીતમાં રે,ચડ્યો કેફ અલૌકિક ચિત્તમાં રેમન માની મોહન… પિયા પ્રેમેથી સેજડી પધારજો રે,બ્રહ્માનંદને […]
-
57 મારે આજ પ્રીતમ ઘેર આવિયા
મારે આજ પ્રીતમ ઘેર આવિયા જી રે,ભરી થાળ મોતીડે વધાવિયા જી રેમારે આજ પ્રીતમ… પહેલાં નીર ઊને તે નવરાવિયા જી રે,પછી પ્રીતમ મહીં પધરાવિયા જી રેમારે આજ પ્રીતમ… મેં તો ભોજન જમાડ્યાં ભાતભાતનાં જી રે,વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જી રેમારે આજ પ્રીતમ… પે’લું પરઠ્યું હતું તે વેણે પળિયા જી રે,વા’લો હેતે કરીને મુજને મળ્યા […]
-
56 આજ મને સામો મળ્યો છે
આજ મને સામો મળ્યો છે અલબેલો,છોગાંવાળો રંગછેલો રે આલીઆજ મને સામો… મોંઘા મૂલી રે પહેરી મોતીડાંની માળા,ભાલ કપોલ કેસરાળાં રે આલીઆજ મને સામો… ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી,શોભા ત્રિલોક કેરી દાબી રે આલીઆજ મને સામો… બાજૂ કાજુ રે લીધા ફૂલડાંના બાંધી,ભ્રમર ભમે છે તાર સાંધી રે આલીઆજ મને સામો… બ્રહ્માનંદનો વહાલો રંગડાનો ભરિયો,લઈને હૈડામાંહી […]
-
54 વાતલડી રોને રાતલડી
વાતલડી રો’ ને રાતલડીવા’લા પૂછું એક વાતલડી… પીતાંબર સાટે મારા પ્રીતમ,સાડી લાવ્યા નવી ભાતલડી… મોરલડી લઈને મનમોહન,દીધું વેલણ કોણે દાતલડી… જેને ઘેર રજની તમે જાગ્યા,કોણ હતી તેની જાતલડી… બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં,ધન્ય છે તમારી છાતલડી…
-
53 વાલો વધાવું મારો વાલો
વા’લો વધાવું મારો વા’લો વધાવું,આજની ઘડી રળિયામણી રે… પ્રાણજીવન મારે મંદિર પધાર્યા,હાર પેરાવું હીરામણી રેમારો વા’લો વધાવું, ધર્મકુંવર અલબેલાને કારણે,જતને રાખ્યાં છે દહીં જામણી રેમારો વા’લો વધાવું, ચોખા રાંધીને કાજુ આપીશું સવારમાં,સાકર ને દૂધની શીરામણી રેમારો વા’લો વધાવું, બ્રહ્માનંદના રંગભીના વા’લાની કરું,પ્રીતે સહિત પધરામણી રેમારો વા’લો વધાવું,
-
52 રાજ મારે રે મંદિરિયે તમે રહો
રાજ મારે રે મંદિરિયે તમે રહો રહોમોહન મારે રે મંદિરિયે તમે રહો રહોસ્વામી મારે રે મંદિરિયે તમે રહો રહો… દરસ પરસ કેરે દાન કરીનેદુર્મતિ દુબધા દહો દહોરાજ મારે રે મંદિરિયે…. ધર્મકુંવર અતિ હેત કરીનેગુણિયલ બાંહ્યડી ગ્રહો ગ્રહોરાજ મારે રે મંદિરિયે…. જગના જીવન અમને પોતાના જાણીકહેવું હોય તે કહો કહોરાજ મારે રે મંદિરિયે…. બ્રહ્માનંદના નાથ રંગીલાઅવગુણા […]
-
51 કાનુડા કેડે ચાલી રે
કાનુડા કેડે ચાલી રે,થઈ મતવાલી હું જાણું લોકડિયાં રે કાલાં,લોક કહે છે મુને કાલી રેથઈ મતવાલી જે ચાલે કાનુડાની કેડે,તેની ખેપ ન જાય કેદી ખાલી રેથઈ મતવાલી શિર જાતાં નટવર નહીં છોડું,ટેક અચળ ઉર ઝાલી રેથઈ મતવાલી બ્રહ્માનંદના નાથ સંગાથે,લાગી છે રંગડાની તાળી રેથઈ મતવાલી
-
50 શેરી ભલી પણ સાંકરી રે
શેરી ભલી પણ સાંકરી રે,નગર ભલાં પણ દૂર રે,કેસરિયા એક વાર ગઢડે પધારજો રે… શેરીએ આવતાં શોભતા રે,ઘોડલડે અસવાર રેકેસરિયા એક વાર માણેકચોકમાં મલપતા રે,ઊડે છે અબીલ ગુલાલ રેકેસરિયા એક વાર ઓસરીએ ઢોલિયો ઢળાવતા રે,બેસતા બહુ વાર રેકેસરિયા એક વાર ગોપીનાથનાં મંદિરિયાં રે,તમ વિના સૂનાં દેખાય રેકેસરિયા એક વાર સહજાનંદજી સુજાણ છો રે,બ્રહ્માનંદના રાય રેકેસરિયા […]
-
49 લાગી લગન ઘનશ્યામ ચરનકી
લાગી લગન ઘનશ્યામ ચરનકી,ટરત નહીં અંતરસે આલી… સુંદરવદન મનોહર શોભિત,લલિત અલૌકિક નૈનકી લાલીલાગી લગન રૂપ મિલ્યો ઘનશ્યામ છબિ મેં હી,ચૌદ ભુવન અબ હો ગયે ખાલીલાગી લગન… શોભા ધામ દેખી સુખસાગર,નિઃશંક ભઈ મૈં તો નિપટ નિહાલીલાગી લગન… બ્રહ્માનંદ વસો અંખિયનમેં,મનમોહન છેલો વનમાલીલાગી લગન…