Category: 03 શ્રી સ્વામિનારાયણ કિર્તન

  • 48 સખી હૈડે તે હરખ ન માય

    સખી હૈડે તે હરખ ન માય,આજ દિવાળી રે;હું તો મગન થઈ મનમાંય,ભૂધર ભાળી રે… સુંદર શ્યામ સોહામણો રે,સુંદર ગજ ગતિ ચાલ;સુંદર શોભા અંગની હું તોનીરખીને થઈ છું નિહાલ… નેણ મનોહર નાથનાં રે,હૈડે મનોહર હાર;સુભગ મનોહર શ્યામળો વ્હાલો,નટવર ધર્મકુમાર… બાજૂ નૌતમ બેરખા રે,બેહદ નૌતમ બાન;બ્રહ્માનંદના નાથનું થઈ,રૂપ જોઈ ગુલતાન…

  • 47 રાજ મારે દિન દિન દિવાળી

    રાજ મારે દિન દિન દિવાળી રે,વહાલા મળતાં તમને વનમાળી રે,જી હો ગિરધારી… મોહન આવ્યા તમે મંદિરીએ,કાજુ દીપતણા ઉત્સવ કરીએજી હો ગિરધારી… અજવાળ્યા તમ સારુ આરડિયા,મેં તો જાળીડે જાળીડે નંગ જડિયા રેજી હો ગિરધારી… બ્રહ્માનંદના પ્રીતમ તમ સંગે,અતિ આનંદ વાધ્યો છે મારે અંગે રેજી હો ગિરધારી…

  • 46 હિંડોળો ઘનશ્યામ હરિનો

    હિંડોળો ઘનશ્યામ હરિનો,અતિ રૂપાળો લાગે રે;સજની અંતર વાધે સુખડું,ભવનું દુઃખડું ભાગે રેહિંડોળો ઘનશ્યામ… છેલ ચતુરવર છોગાળા કેરી,મૂર્તિ મનોહર પ્યારી રે;અલબેલા મન મોહન ઉપર,તન ધન નાખું વારી રેહિંડોળો ઘનશ્યામ… હિંડોળાની શોભા હેલી,વર્ણવ્યામાં નવ આવે રે;લટકાળા કેરું છોગલીયું,ચિત્તડાને લલચાવે રેહિંડોળો ઘનશ્યામ… કનક સ્તંભ હિંડોળો કાજુ,દોરી રેશમ કેરી રે;બ્રહ્માનંદનો વહાલો ઝુલે,લાલ મનોહર લહેરી રેહિંડોળો ઘનશ્યામ…

  • 45 મારાં નેણાં તણા શણગાર

    મારાં નેણાં તણા શણગાર રે,મંદિરે પધારો તમે માવજી રે હાંરે વહાલા તમ રે વિના ગમતું નથી રે,મારા હરિવર હૈડાના હાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી,ઓરા આવોને પ્રાણ આધાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે,રૂડા ઝળકે સોનેરી માંહી તાર રેમારાં નેણાં તણા… હાંરે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ […]

  • 44 તમે મીઠું બોલીને મન લીધું

    તમે મીઠું બોલીને મન લીધું રેમીઠડા બોલાજી,કાંઈ કામણ કીધું રે મીઠડા બોલાજીતમે મીઠું બોલીને… સુણી મુખની મીઠી વાણી રે,કરું તન મન ધન કુરબાની રેમીઠડા બોલાજી તારું રૂપ અલૌકિક જોયું રે,જોઈ મનડું મારું મોહ્યું રેમીઠડા બોલાજી મેં તો સેજડી બિછાઈ તમ સારુ રે,આવો કોઈ નથી કહેનારું રેમીઠડા બોલાજી શીદ ડરતાં ડરતાં ચાલો રે,મારા મંદિરિયામાં મા’લો રેમીઠડા […]

  • 43 તુમ પ્રભુ અશરણ શરણ કહાયે

    તુમ પ્રભુ અશરણ શરણ કહાયે,જાકો કોઈ નહીં આ જગમેં,તાકે હો તુમ નાથ સહાયે… બહુત જતન કર કે બહુનામી,નિજ જન કે તુમ વિઘ્ન મિટાયે;જૈસે હરિ કુરરી કે બાળકમહાભારત મેં લિયેરી બચાયેતુમ પ્રભુ અશરણ શરણાગત-વત્સલ તુમ સમરથ,વેદ પુરાણ કવિજન ગાયે;દુષ્ટ વિનાશન બિરદ તિહારો,સો તુમ ક્યું બૈઠે બિસરાયેતુમ પ્રભુ અશરણ રાખ્યો તુમ પ્રહ્લાદ અગ્નિતેં,ગજ કે કાજ ગરુડ તજી […]

  • 42 રહેજો મારી આંખલડી આગે

    રહેજો મારી આંખલડી આગે…નીરખી તમને નાથજી,મારી ભુખલડી ભાંગેરહેજો મારી આંખલડી આગે… ચમકા કરતી ચાખડી રે, કેસરિયે વાઘેશીશ કલંગી શોભતી,વા’લા જરકસિયે પાઘે.રહેજો મારી આંખલડી આગે… રસિક સલૂણા રાજને,હું તો રીઝી છું રાગેજોઈ જોઈ તમને જાદવા,નિત પ્રીતલડી જાગેરહેજો મારી આંખલડી આગે… કમર કટારે વાંકડો રે,અતિ પ્યારો લાગે;અધક્ષણું રહો મા વેગળા,એમ બ્રહ્માનંદ માગેરહેજો મારી આંખલડી આગે…

  • 41 શ્યામ સલૂણો આવિયા રે

    શ્યામ સલૂણો, આવિયા રેશ્યામ સલૂણો આવિયાધન્ય ઘડી છે આજની રે,આવ્યા શ્યામ સલૂણો… વહાલો પધાર્યા એવી સાંભળી વધામણી,સૂરત ભૂલી ઘરકાજની રેઆવ્યા શ્યામ સલૂણો… સામૈયું લઈને ચાલી વહાલાને વધાવવા,શંકા ન રાખી લોક લાજની રેઆવ્યા શ્યામ સલૂણો… વાજાં નગારાં ઢોલ શરણાઈ વજાડી,કરો ધુન્ય તાલ પખાજની રેઆવ્યા શ્યામ સલૂણો… બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે,મૂર્તિ રસિક વૃષરાજની રેઆવ્યા શ્યામ […]

  • 40 મારે ઘેર આવ્યા રે

    મારે ઘેર આવ્યા રે,સુંદરવર શામળિયોહરખ ભરી હું હરિને નીરખું,પિયું પ્રીતમ પાતળિયોમારે ઘેર આવ્યા… સુખડું દેવા ને મન હરી લેવા,અમ પર અઢળક ઢળિયોમારે ઘેર આવ્યા જાળવિયું જોબન જે સારુ,તે અવસર આજ મળિયોમારે ઘેર આવ્યા લક્ષ્મીનો -અક્ષરનો- વર લાડકવાયો,અકળ ન જાયે કળિયોમારે ઘેર આવ્યા આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા,બોલ પોતાને પળિયોમારે ઘેર આવ્યા મુક્તાનંદ મોહનવર મળતાં,ખોયા દી નો […]

  • 39 આજ મેં તો દીઠા રે

    આજ મેં તો દીઠા રેઅલબેલો આવતા રે લોલ,ગિરિધર પ્રેમીજનને સંગ રે સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ,જરકસી જામો પહેર્યો અંગ રે ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે લોલ,ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે ફૂલડાંના હાર રે હીંચે ઘણું હઈડે રે લોલ,નખશિખ શોભે છે ઘણું નાથ રે લટકંતા આવે રે લેવા મન માહરું […]