-
38 મારે મંદિરે પધારો માવા રે
મારે મંદિરે પધારો માવા રેમારે મંદિરે પધારો માવા રે મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી,ઊભી જોઉ છું તારી વાટલડીમારે મંદિરે પધારો માવા રે મારું તન મન ધન એક સાથે,હું તો મોહન વારું લઈ તમ માથે.મારે મંદિરે પધારો માવા રે મારે ભવના ફેરા નથી ફરવા,મેં તો તનડું ધર્યું છે તમને વરવા.મારે મંદિરે પધારો માવા રે હઠ […]
-
37 મારે મંદિરે પધાર્યા શ્યામ
મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી,મારે હરિવર સાથે હેતશું લગની લાગી મારા મનની પૂરી હામ કૃતારથ કીધી,ભવ બૂડતાં મારી બાંહ્ય ગ્રહીને લીધી મારા મનમાં વસિયા માવ તાપ સર્વે ટાળ્યા,મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા મને કરવું ન સૂઝે કામ કહો કેમ કરીએ,જબ મિલે ન સહજાનંદ ઠામ ક્યાં ઠરીએ એ સુખની શી કહું વાત કહી નથી […]
-
36 પધારો લાલ લટકાળા લેરી
પધારો લાલ લટકાળા લે’રી લટકાળા લેરીપધારો લાલ લટકાળા લે’રી લટકાળા લેરી શેરી વળાવીને સજ્જ કરાવી, ફૂલડાં મેલ્યાં વેરીપ્રીત કરી જગજીવન જામા, જરકસિયા પેરીપધારો લાલ લટકાળા પાલખીએ બેસીને પધારો, હરિ મારી શેરીવાજાં વાગે આગે ઓચ્છવ થાય, ઝાલર્યું ઝણણેરીપધારો લાલ લટકાળા ઊભી વધાવા થાળ ભરીને, ગજ મોતી કેરીપ્રેમાનંદ આનંદ અતિશે, સુંદર મુખે હેરીપધારો લાલ લટકાળા
-
35 માધવ રે મારે ઘેર આવો
માધવ રે મારે ઘેર આવો,મારે ઘેર આવો,હસીને બોલાવો શોભિતા શણગાર સજીને,બાંધી જરકસી પાઘકેસર કેરી આડ કરીને,જીવન જોયા લાગમાધવ રે મારે ઘેર આવો મંદિરીએ આવો મોહનજી,જોયાની છે ખાંતમળવાનું પણ છે મારા મનમાં,કહેવી વાત એકાંતમાધવ રે મારે ઘેર આવો અલબેલા આંખલડીમાં રાખું,નાંખું વારીને પ્રાણપ્રેમાનંદ કહે પલક ન મેલું,રસિયા ચતુર સુજાણમાધવ રે મારે ઘેર આવો
-
34 સર્વે સખી જીવન જોવાને ચાલો
સર્વે સખી જીવન જોવાને ચાલો રે,શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે એની શોભા મુખે વર્ણવી ન જાય રે,જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે,તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,નૃત્ય કરે નારદ વીણા બજાવે રે […]
-
33 કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યાઆવી મારા તનડા કેરા તાપ નિવાર્યા સજનીકોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા હરખે શું ઊઠી હું તો સન્મુખ ચાલી,તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી,હરિને નીરખીને હું તો થઈ રહી અનુરાગી સજનીકોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા હરિને જમાડ્યા મેં તો હાથે સાહેલી,કુળની મરજાદા પણ મેં કોરે લઈ મેલી,હરિને જમાડી હું તો થઈ રહી […]
-
32 સહજાનંદ સ્વામી અંતરયામી
સહજાનંદ સ્વામી અંતરયામી,મૂરતિ મનોહર મારા શ્યામની રેમુને તાળી લાગી છે ઘનશ્યામની રે સુંદર શામળા હૃદયે બિરાજો,છોગલાવાળા છેલછેલ છબીલા રંગના રેલા,કેસર ભીના મારા કા’નજી રેમુને તાળી લાગી છે ઘનશ્યામની રે સોળે ચિહ્ન સહિત શોભે,ચરણકમળની જોડ,તેમાં અમારું ચિત્તડું રે લાગ્યું મેં તો,ફિકર છોડી સારા ગામની રેમુને તાળી લાગી છે ઘનશ્યામની રે ધર્મકુંવર ઘનશ્યામજી રે મારા,પ્રાણતણા આધારનિષ્કુળાનંદ કહે […]
-
31 સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું
સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયુંસોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું,ધર્મકુંવરનુંમોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું,રસિક સુંદરનુંસોનેરી મોળિયું સુંદર ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં,તિલક કેસરનુંભૃકુટી સુંદર જાણિયે ભૃકુટી સુંદર રે,ઘર મધુકરનુંસોનેરી મોળિયું સુંદર કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં,જડિયલ મોતિયેગોળ કપોળમાં ઝળકે ગોળ કપોળમાં,ઝળહળ જ્યોતિયેસોનેરી મોળિયું સુંદર નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ,કમળની પાંખડીપ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે,ઠરી […]
-
30 લગાડી તેં પ્રીતિ લાલ રે
લગાડી તેં પ્રીતિ લાલ રેલગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી.લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી. પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં તીખાં બાણજોતાં તમને જાદવા, થયા પરવશ મારા પ્રાણ રેપ્રીતલડી તો લગાડી વા’લી ભ્રૂકુટી વાંકડી, વહાલાં લાગે છે સુંદર વેણનટવર તમને નીરખવા, મારાં નાંખે છે ઝડપું નેણ રેપ્રીતલડી તો લગાડી… હાર હજારી […]
-
29 દિવ્ય સભાપતિરાય બૈઠે
દિવ્ય સભાપતિરાય બૈઠે,એ જ્યું નિરખત સબ દુઃખ જાયદિવ્ય સભાપતિરાય બૈઠે દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન,દિવ્ય તેજ કે માંયદિવ્ય સભાપતિરાય બૈઠે દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ,દિવ્ય ચરન ચિત્ત લાયદિવ્ય સભાપતિરાય બૈઠે દિવ્ય રતન જરે દિવ્ય મુકુટ ધરે,દિવ્ય પરત નિત પાયદિવ્ય સભાપતિરાય બૈઠે દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ઢરે,પ્રેમાનંદ આગે ગાયદિવ્ય સભાપતિરાય બૈઠે