Category: 03 શ્રી સ્વામિનારાયણ કિર્તન

  • 28 જોઈ મૂરતિ મનોહર તારી

    જોઈ મૂરતિ મનોહર તારી,માવા રે મારાં નેણાં લોભાણાંજોઈ મૂરતિ મનોહર મોળીડા ઉપર નવલ કલંગી,શોભે છે અતિ સારીમાવા રે મારાં નેણાં લોભાણાં હેત કરીને હૈડાની ઉપર,માળા મોતીડાંની ધારીમાવા રે મારાં નેણાં લોભાણાં અતિ રે શોભે છે છાતી ઊપડતી,ચાલ જગતથી ન્યારીમાવા રે મારાં નેણાં લોભાણાં બ્રહ્માનંદ કહે આ છબી ઉપર,સર્વસ્વ નાખું વારીમાવા રે મારાં નેણાં લોભાણાં

  • 27 મારા સહજાનંદ સુજાન

    મારા સહજાનંદ સુજાન,જાવું તારે વારણિયેતમે છો મારા જીવન પ્રાણ,આવી ઊભી બારણિયેમારા સહજાનંદ સુજાન આવી વસ્યું છે મારે અંતરે રે,વાલા રૂપ અલૌકિક તારુંછેલ છબીલું તારું છોગલું રે,મુને પ્રિતમ લાગે પ્યારુંમારા સહજાનંદ સુજાન સુભગ સોના કેરાં સાંકળાં રે,માંહે ચુની રતન જડાવુંનવલ રંગીલા મારા નાથજી રે,હું પ્રેમે કરીને પેરાવુંમારા સહજાનંદ સુજાન ફૂલ તણી રે માળા ફૂટડી રે,વારી પ્રાણજીવન […]

  • 26 નાથજીને નિરખી મારાં

    નાથજીને નિરખી મારાં, લોચન લોભાણાં,વાલાજીની મૂર્તિમાં, મનડાં પ્રોવાણાનાથજીને નિરખી મારાં ઊભા રે અલબેલો વહાલો, આવીને આંગણિયે,મુગટ જડિયો રે એનો, મોતીને મણિયેનાથજીને નિરખી મારાં ઝીણી રે પછેડી ઓઢી, ધર્મને લાલે,પલવટ પાળી છે વહાલે, પીળે દુશાલેનાથજીને નિરખી મારાં કોટમાં કંઠી ને, કેસર તિલક કીધું,મુખને મરકલડે મારું મન હરી લીધુંનાથજીને નિરખી મારાં જોઈ રહું જીવન તમને, ચંદ જ્યું […]

  • 25 તમારી મૂર્તિ વિના મારા નાથ

    તમારી મૂર્તિ વિના, મારા નાથ રે,બીજુ મને આપશો મા(હું તો એજ માગુ છુ જોડી હાથ રેબીજું મને આપશો મા આપો તમારા જનનો સંગ રે એબીજું મને આપશો મામારા જીવમા એ જ ઉમંગ રે એબીજું મને આપશો માતમારી મૂર્તિ વિના મારા ઉરમાં કરો નિવાસ રે એબીજું મને આપશો મામને રાખો રસીયા તમ પાસ રે એબીજું મને […]

  • 24 એવા સંત હરીને પ્યારા રે

    એવા સંત હરીને પ્યારા રેએથી ઘડીયે ના રહે વ્હાલો ન્યારા રેમહીમા હરીનો સારી પેઠે જાણેમન અભિમાન તેનો લેશ ના આણેહા રે રહે બ્રહ્મસ્વરૂપ મતવ્હાલા રેએવા સંત હરીને નાના કે મોટા ભજે જે હરીનેમન કર્મ વચને દ્રઢ કરી નેહારે તેને પોતાના કરતાં જાણે સારારેએવા સંત હરીને એવા તે સંતને વસીએ રે પાસેજનમ મરણનો સંભવ નાસેહારે વરસે […]

  • 23 કરીએ રાજી ઘનશ્યામ રે સંતો

    કરીએ રાજી ઘનશ્યામ રે સંતો,કરીએ રાજી ઘનશ્યામતો સરે સર્વે કામ રે સંતો,કરીએ રાજી ઘનશ્યામમરજી જોઈ મહારાજના મનની,એમ રહીયે આઠો જામજે ન ગમે જગદીશને જાણોતેનું ન પુછીયે નામ રે સંતોકરીએ રાજી ઘનશ્યામ તેમાં કષ્ટ આવે જો કાઈકસહીયે હૈયે કરી હામઅચળ અડગ રહીયે એક મનેતો પામીએ સુખ વિશ્રામ રે સંતોકરીએ રાજી ઘનશ્યામતો સરે સરવે કામ રે સંતો,કરીએ […]

  • 22 મન મોહ ટળે રામ મળે

    મન મોહ ટળે…2, રામ મળેનિર્મળ હરિજનના સંગથીમન મોહ ટળે…2, રામ મળે નિર્મળ હરિજનના સંગથીઉર ગ્રંથિ ગળે, ઉર ગ્રંથિ ગળે,અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથીમન મોહ ટળે નિત્ય સંતસભા મહી રામ રટે,સુણતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટેમન શુદ્ધ હોય અહમ ભાવ મટેમન મોહ ટળે જે સંતસભા મહી ચાલી આવેતેનું જીવ પણું તતક્ષણ જાવેતે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ ગાવેમન મોહ […]

  • 21 સજની ટાણુ આવ્યું રે ભવજળ

    સજની ટાણુ આવ્યું રે ભવ જળ તરવાનુમોંઘો મનુષ્ય નો વારો, ભવસાગર નો આરોડાયા દિલ માં વિચારો, સતસંગ કિજીયેસજની ટાણું આવ્યુ સજની આરે ચોઘડીયુ અમરુત લાભનુફરી નહી આવે એવું વિજના જબકારા જેવુમોતી પ્રોઈને લેવુ સતસંગ કિજીયેસજની ટાણું આવ્યુ સજની દાન દયાની ઘડી છેલ્લી રેદાન સુપાત્રે કરવું, ધ્યાન પ્રભુનુ ધરવુભક્તિ થી ભવ તરવું, સતસંગ કિજીયેસજની ટાણું આવ્યુ […]

  • 20 જમો થાળ જીવન જાઉં વારી

    જમો થાળ જીવન જાઉં વારીધોવું કર ચરણ કરો ત્યારીજમો થાળ જીવન જાઉં વારી બેસો મેલીયા બાજોઠિયા ઢાળીકટોરા કંચન ની થાળીજળે ભરીયા ચંબુ ચોખાળી,જમો થાળ… કરી કાઠા ઘઉંની પોળી,મેલી રત સાકર માં બોળીકાઢ્યો રસ કેરીનો ઘોળી,જમો થાળ… ગળીયા સાટા ઢેબર ફૂલવડી,દૂધ પાક માલ પૂવા કઢીપૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી,જમો થાળ… અથાણાં શાક સુંદર ભાજી,લાવીછું હું […]

  • 19 આજ મારે ઓરડે રે

    આજ મારે ઓરડે રેઆવ્યા અવીનાસી અલબેલબાઈ મેં બોલાવીયા રે,સુંદર છોગાવાળા છેલ નીરખયા નેણાં ભરીરે,નટવર સુંદર શ્રીઘનશ્યામશોભા શુ કહું રે,નિરખી લાજે કોટિક કામ ગુથી ગુલાબના રે,કંઠે આરોપયા મેં હારલઈને વારણાં રે,ચરણે લાગે વારંવાર આપયો મેંતો આદરે રે,બેસવા ચાકળીયો કરી પ્યારપુછ્યુ પ્રીત સુ રે,બાઈ મેં સરવે સમાચાર કહો હરી ક્યાં હતા રે,ક્યાં થઇ આવ્યા ધર્મકુમારસુંદર સોભતા રે […]