Category: 31 હાલરડા ગીત

  • 15 સૂઈજા કાનુડા તને હાહા કરું

    હા હા કરું તને હા હા કરું,સૂઈજા કાનુડા તને હાહા કરું,હા હા કરું તને હા હા કરું, વ્રજની ગોપી રે તારું મુખડું નિહાળે,અણીયારી આંખડીમાં આંજણ ભરું,સૂઈજા કાનુડા તને હાહા કરું,હા હા કરું તને હા હા કરું, હૈયડે ચાંપીને તને પયપાન કરાવું,મિશ્રી માખણ તારા મુહમાં ધરું,સૂઈજા કાનુડા તને હાહા કરું,હા હા કરું તને હા હા કરું, […]

  • 14 હાલા હાલા ઘનશ્યામ હાલા

    હાલા હાલા હાલા હાલાઘનશ્યામ હાલા હાલા,પોઢીજાવ વાલા થઇ રાત વાલા,પોઢીજાવ પોઢીજાવ પોઢીજાવરે,હાલા હાલા હાલા હાલાઘનશ્યામ હાલા હાલા, પારણીયુ પ્યારું તારું સુવાળી છે શયા,હાલરડાં ગાવું હેતે હાલરડાં ગાવું પોઢી જાવો હયા,હાલા હાલા હાલા હાલા ઘનશ્યામ હાલા હાલા, ઝાડ પર પંખી પોઢ્યા પોઢ્યા પશુ આંગણે,નીચો પાપણ પ્રેમે વાલા,નીચો પાપણ પ્રેમે વાલા,હાલા હાલા હાલા હાલા ઘનશ્યામ હાલા હાલા, […]

  • 13 સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન

    સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાનહાલરડાં હુલરાવે જશોદા માવડી, કાના કામ કરું કે તુજને તેડું,હે મારે જાવુછે જળ જમુનાનું બેડું,સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન, કાના બારે તે બાઘડા બોલે છે,તારે પારણીએ મોરલા ટહુકે છે,સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન, તારા પારણીએ હીરલાની દોરી,તને હિચોળે જશોદા માવલડી,સુઈજાવ ને કાન પોઢીજાવ ને કાન, શ્રી વાલ્ભના સ્વામી […]

  • 12 હાલા વાલા લાડકડા ઘનશ્યામને

    હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે,ઘડીક જંપી જવો ટો વાલા જમુના પાની જાવ રે,હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે, રસોઈ હજી કરી નથી ને જમવા ક્યાંથી દવ રે,ઘડીક જંપી જાવતો વાલા ખજા બનાવી દવ રે,હાલા વાલા લાડકડા ઘનશ્યામને હાલા ગાવ રે, ગાયો હજી દોય નથી ને દુધડા ક્યાંથી દવરે,ઘડીક જંપી જાવતો વાળા માખણ […]

  • 11 સુઈ જાવો મારા લાડલા વાલા

    સુઈ જાવો મારા લાડલા વાલાઘનું પ્યારા ઘનું.ખીલ્યા તારલા જોને આભમાં,આવો સુવાડુ મુજ ગોદમાં,સુઈજાવો મારા લાડલાવાળા ઘનું પ્યારા ઘનું. હળવે હાથે હરી અતિ હેતે કરી,કરું હાલા હાલા કરું મારા લાલા,ચુંબન કરું તુજ ગાલમાં,પ્રેમે પોઢાંડુ વાલમાંસુઈજાવો મારા લાડલાવાલા ઘનું પ્યારા ઘનું. તને જોયા કરું મીઠી વાતો કરું,રાખું મારા નેણામાં છાના છાના,સરાયે ધરું હું તને ધ્યાનમાં,પ્રેમે પોઢાંડુ વાલમાં,વાલા […]

  • 10 સૂઈ જા સૂઈ જા મારા લાલ

    સૂઈજા તું સૂઈજામારે વાડીયે જાવું લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈ જા સૂઈ જા મારા લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈજા તું સૂઈજા. હજુતો ઘણું કામ છે લાલા,હજુ મારે ગાવું છે વાલા,પહેરવું તને હું લાલાસોના રૂપના સાંકળા રે,મારે વાડીયે જાવું લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈજા સૂઈજા મારા લાલ… ચાલે મારો લાલ ઠમકઠમક આવે તો વાહે,જાગી મારો લાલ જલ્દીખવડાવું છે એને […]

  • 09 હાલા મારા વીરાના પારણીયા ઘુઘરીયાળા

    હાલા મારા વીરાના પારણીયાજોને બાઈ ઘુઘરીયાળાહાલ વાળા કરુ મારા વીરાને નિંદર જોને આવે,નીંદર કે હું આવું ને જાવમારા વીરાના ધોડિયા ફરતી જોને ફેરા ખાવ,હા હા હાત ગલુંહાલા મારા વીરાના પારણીયા… માસી ગયા છે, હવે ને લાડવા લાવશે, હવે,હા હા હાત ગલુંહાલા મારા વીરાના પારણીયા… હાટડી છે કમાડ મારો વીરો તોરોતો હોય તો જોને બાઈ રમાડ,મારા […]

  • 08 વીર જુલે ત્રીશુલા જુલાવે

    વીર જુલે ત્રીશુલા જુલાવે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,ઘડી રમે ધડી હસે કરે મન માની,શિશુ બની ને ખેલે જગનો સ્વામી,પ્યાર ભરી માતા પોઢાડે, પોઢાડે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,વીર જુલે ત્રીશુલા જુલાવે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. સોનાના,ફૂમકા ને હીરાના જુમ્ખા,પારણીયે બાંધ્યા મોતીના જુમ્ખા,જળાહળા તેજ કરે નીલ વાળા,કૃપા કેરી ઘંટડીના થાય રણકાર,હીરા કેરી દોરી બંધાવે,બંધાવે,ધીરે […]

  • 07 હતો હું સૂતો પારણે પુત્ર નાનો

    હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનોમને દુખી દેખી દુખી કોણ થાતુંમહા હેતવાળી દયાળી જ મા, તું સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,મને સુખ માટે કટુ કોણ ખાતુંમહા હેતવાળી દયાળી જ મા, તું લઈ છાતી સાથે બચી કોણ લેતું ?તજી તાજું ખાજુ મને કોણ દેતુંમને કોણ […]

  • 06 તમે મારા દેવ ના દીધેલ છો

    દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છોકુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છોતમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધેલ છોતમે પર ભવ ના લખેલ છોતમે મારા કુળ ના દિવા છોઆવો ને અમર થઇ ને રો,મારા લાડક વાયા રોયતમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધે છોતમે […]