હો કસુ કેવુ નથી તમને,
લાખો દર્દ દિધા અમને
કસુ કેવુ નથી તમને,
એલી કોમ પડે ગોંડી મને યાદ કરજે…
હે ભલે ફોન ના ઉપાડો અમારા
શુ ગુના કર્યા તા તમારા
તોયે યાદ કરજે, યાદ કરજે
લાખો દર્દ દિધા અમને
કસુ કેવુ નથી તમને,
પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે…
હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટે
તમે સુતા તા અમે જાગતા તા રાતે
ભગવાનના બદલે તને જોતા પરભાતે
તોઇ તમે મુકી ચાલ્યા પારકી વાટે
ભલે મુક્યા અમને વાટમા
ના રહ્યા અમે ઘરના કે ઘાટના
તોયે યાદ કરજે મને, યાદ કરજે
લાખો દર્દ દિધા અમને
કસુ કેવુ નથી તમને,
પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે…
હે મારી માતા સદા રાખે તને રાજે
ફૂલ જેવી હસતી રહે તારી ફૂલવાડી
કુદરતના ચોપડામા રેહશે આપણી યાદી
કોક વાર ભેટા કરશે મોહન મુરારી,
મારો પ્રેમ તોડ્યો પળવારમા
કર્યા લાખો સવાલ પણ જવાબ ના
તોયે યાદ કરજે મને, યાદ કરજે
લાખો દર્દ દિધા અમને
કસુ કેવુ નથી તમને,
પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે…