આવો તો રમવાને માં, ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે…
ગરબે ઘુમતા રે
આવો તો રમવા ને…
ગબ્બરની માત મારી, વાધે અસવાર છે
મોઢું સોહામણુને, સોળે શણગાર છે
હે હું તો જોઈને હરખાય જાવું રે
હે માડી જોઈને હરખાય જાવું રે
ચાચરનાં ચોકમાં રે
ગબ્બરના ગોખમાં રે
આવો તો રમવા ને
હો લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં છે કુંડળ, શોહે છે ટિલડી
હે હું તો જોઈને ધન્ય ધન્ય થાવું રે
માડી જોઈને ધન્ય ધન્ય થાવું રે
હે ચાચરનાં ચોકમાં રે
ગબ્બરના ગોખમાં રે
આવો તો રમવા ને