04 ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ


ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ નાં, ધીમો વગાડ નાં
રઢીયાળી રાતડી નો , જોજે રંગ જાય નાં (૨)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય નાં,
રમઝટ કહેવાય નાં
રઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાં

પૂનમ ની રાતડી ને આંખડી ઘેરાય નાં,
આંખડી ઘેરાય નાં
રઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો…..

હો… ચકમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર
નૂપુર ના નાદ સાથે તાળીયો ના તાલ
ગરબામાં ઘૂમતા માં ને ( કોઇથી પહોચાય નાં …૨)
રઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા ઢોલ ધીમો ધીમો…..

હો… વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
મોગરાની વેણી માં શોભે ગુલાબ
નીરખી નીરખી ને મારું (મનડું ધરાય ના… ૨)
રઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા ઢોલ ધીમો ધીમો…..

હો… સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણી માં (રૂપ માનું માય નહી …૨)
રઢીયાળી રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા ઢોલ ધીમો ધીમો….


Leave a Reply

Your email address will not be published.