શ્યામ હો, શ્યામ હો, શ્યામ
તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેહલો આવજે (૨)
તારા વિના શ્યામ એકલડું લાગે (૨)
રાસ રમવા ને વેહલો આવજે
રાસ રમવા ને વેહલો આવજે (૨)
શરદ પૂનમ ની રાતડી, ઓહો
ચાંદની ખીલી છે ભલી ભાત ની (૨)
તું ના આવે તો શ્યામ, રાસ જમે ના શ્યામ
રાસ રમવા ને વેહલો આવ, આવ, આવ શ્યામ
રાસ રમવા ને વેહલો આવજે
તારા વિના શ્યામ મને એકલડું લાગે (૨)
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (૨)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો
આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ… (૨) મને એકલડું લાગે