05 માથે મટુકડી મહીની મેલી


માથે મટુકડી મહીની મેલી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી હામ રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી હામ રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા


Leave a Reply

Your email address will not be published.