07 નટવર નાનો રે કાનો રમે છે

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

ક્યો તો ગોરી રે તને હાલારના હાથીડા મંગાવી દઉં
ક્યો તો ગોરી રે તને હાલારના હાથીડા મંગાવી દઉં
હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં
હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં

ક્યો તો ગોરી રે તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં
ક્યો તો ગોરી રે તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં
ઘોડલાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં
હે ઘોડલાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં

ક્યો તો ગોરી રે તને ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં
ક્યો તો ગોરી રે તને ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
હે ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં

Leave a Reply

Your email address will not be published.