08 આસમાની રંગની ચૂંદડી રે


આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે,
માની ચૂંદડી લહેરાય…

નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે,
માની ચૂંદડી લહેરાય…

શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે,
માની ચૂંદડી લહેરાય…

અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે,
માની ચૂંદડી લહેરાય…

લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય…


Leave a Reply

Your email address will not be published.