રાધા ગોવાલડી
હે રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો
ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
નેણો મા નીંદર ના આવે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો
સરખી સાહેલી મળી ગરબે ઘુમતા
રાધીકાને કાળી નાગે ડંખ્યો જો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
રાધા ગોવાલડી
રાધા ગોવાલડી
તનમાં લાહ્યું લાગી જો
રાધા ગોવાલડી ઘર પછવાડે,
મોહન મોરલી વગાડે જો