10 વેરણ વાંસળી વાગી


વેરણ વાંસળી વાગી,
વેરણ વાંસળી વાગી
ઓ રે કાન ઓ કાળીયા કાન
તારા અવળા સવળા નામ
કિયા નામે તને રીઝવિયે
તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી,
વેરણ વાંસળી વાગી

કાજળ કાળો તારો વાન એનો એ રે’
તોયે સોહે નવા શણગાર
ગોરી ગોરી ઓલી ગોપલીયું
દેખું છાના કરે અણસાર
તને ગોવિંદ કે’ મનમોહન કે’
તું ગાયોનો ગોવાળ
કિયા નામે તને રીઝવિયે
તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી,
વેરણ વાંસળી વાગી

વા’લા તારી કેડે કંદોરો વળગ્યો
છે માથે મુગટ મોરપીંછ
રાધાજીની માથે એ મોડ એવો
ગૂંથાણો અટકે મુગટ મોરપીંછ
તને ગિરધર કે’ મુરલીધર કે’
તું નટવર નાગર લાલ
કિયા નામે તને રીઝવિયે
તારા કામણગારા કામ
વેરણ વાંસળી વાગી,
વેરણ વાંસળી વાગી


Leave a Reply

Your email address will not be published.