12 મુને એકલી મેલી ને રમે રાસ


હે મુને એકલી મેલી ને રમે રાસ
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ

મન ની માનેલી તને, મેલું કેમ એકલી
વ્હાલી લાગે છે મુને રાધા રૂપેરી
વ્હાલી લાગે છે મુને રાધા રૂપેરી
હે મારા તન મન માં, હો માર તન મન માં
હે મારા તન મન માં તારો રે આવાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ
હે મુને એકલી મેલી ને રમે રાસ
એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ

અરે નંદનો કિશોર, આતો નીકળ્યો ચોર,
મેતો માન્યો તો મોર, આતો હરાયો ઢોર
મેતો માન્યો તો મોર, આતો હરાયો ઢોર,
હે મારે નથી જવું,
હો મારે નથી જવું, એની પાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ
હે મુને એકલી મેલી ને રમે રાસ
એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ


Leave a Reply

Your email address will not be published.