13 એક વાર હું ને મીરાં મથુરામાં


મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા

હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી
મંદિરીયાની ઓસરીમાં
મંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા

કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓ
ગોરી ગોરી ગોપીઓ
મોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓ
માથે કાન ટોપીઓ
રાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા


Leave a Reply

Your email address will not be published.