આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો
તારા તે નામ નો…
તારા તે નામ નો છે એક તારો
હું તારી મીરા તું ગિરિધર મારો
હું તારી મીરા તું ગિરિધર મારો
આજ મારે પિવો છે…
આજ મારે પિવો છે પ્રિતિ નો પ્યાલો
કઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
હે દો રંગી દુનિયાની
હે દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ તમે ચાલો સંભાળી
વસમી છે વાટ તમે ચાલો સંભાળી
લાગે જો ઠોકર તો..
લાગે જો ઠોકર તો હાથ મારો ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો