અંબા અભય પદ દાયની રે
અંબા અભય પદ દાયિની રે,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય…
હેમ હિંડોળે હિંચકે રે,
હીંચે આરાશુરી માત ભીડ ભંજની,
અંબા અભય…
સંખીઓ સંગાથે કરે ગોઠડી,
આવે આઠમ ની રાત ભીડ ભંજની,
અંબા અભય…
સર્વે આરાશુર ચોક માં રે,
આવો તો રમીએ રાસ ભીડ ભંજની,
અંબા અભય…
એવે સમે આકાશ થી રે,
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,
અંબા અભય…
કોણે બોલાવી મુજને રે,
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની,
અંબા અભય…
મધ દરિયો તોફાન માં,
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,
અંબા અભય…
વાયુ ભયંકર ફૂંકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની,
અંબા અભય…
પાણી ભરાણા વહાણ માં રે,
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની,
અંબા અભય…