22 મુને એકલી જાણીને કાન છેડી રે


મુને એકલી જાણીને કાન છેડી રે
મુને એકલી જાણીને કાન છેડી રે
પછી કઈ દવ જશોદાના કાનમાં
પછી કઈ દવ જશોદાના કાનમાં
મારો મારગડો, મારો મારગડો રે
મારો મારગડો રે
મારો મારગડો છોડીને હાલતો થા
પછી કઈ દવ જશોદાના કાનમાં
મુને એકલી જાણીને કાન છેડી રે
પછી કઈ દવ જશોદાના કાનમાં

મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને
મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની કાન
મેળામાં મળી ગયો પેલો રે તોફાની કાન
મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું
મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું
પછી કઈ દવ જશોદાના કાનમાં
પછી કઈ દવ જશોદાના કાનમાં
મારો મારગડો….

બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં
બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં
પાછું વળીને જોયું બેડલું ચોરાઈ ગ્યું
પાછું વળીને જોયું બેડલું ચોરાઈ ગ્યું
મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી
મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી
દઈ દે બેડલું રે ઓ મારા કાનજી
દઈ દે બેડલું રે ઓ મારા કાનજી
મારો મારગડો…


Leave a Reply

Your email address will not be published.