હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં અણિયાળી રે ગોરી તારી આંખડી રે
અણિયાળી રે… અણિયાળી રે
હાં અણિયાળી રે ગોરી તારી આંખડીને
કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે
હે કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
હાં પનિહારીનું ઢળકતું બેડલું રે
પનિહારીનું… પનિહારીનું
પનિહારીનું ઢળકતું બેડલુંને
કાંઈ હું રે છલકતું એમાં નીર રે
કાંઈ હું રે છલકતું એમાં નીર રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે