માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે
ઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે
લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી,
તેજ ભરીયું મુખડું જોઈ જાવ વારી-વારી,
ચાચર ચોકે ઉતરિયા માડી ગરબે રમવા આજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે
માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,
જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે,
ભીડ ભાંગી ભક્તોકેરી આશિષ દેતી જાજે,
જય અંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે-બોલો અંબે