ખમકારી ખોડીયાર ના ગુણ ગાવા
આજ રે મારે માટેલીયે જવા
જઈ ને અમે ધરા માટેલીયા માં નાસુ
ખમકારી ખોડીયાર
તારા વિનાનું માત નથી કોઈ મારું
રાત દિન નામ રહું છું માત મારું…
ખમકારી ખોડીયાર
ખોડીયાર નામ નો રંગ મને લાગ્યો
રંગ લાગ્યો ને જીવડો જાગ્યો
ખમકારી ખોડીયાર
માતા ખોડીયાર મને દર્શન દીધા
આજ અમને ભવસાગર તારી દીધા
ખમકારી ખોડીયાર
ભોમેશ્વર પ્લોટે મન ગુણલા ગાય
એની ભેળે રેજે જોગ માયા
ખમકારી ખોડીયાર
ગરબો માનો ગાજો ને ગવરાવજો
ગરબો માનો શંકર પૂજે નવરાતે
ખમકારી ખોડીયાર