અમને ઉગારો મારી માત
એવા તમે છો જગ ના તાત
ખોડીયાર અમને ઉગારો મારી માત
ભવ સાગર માં ડોલે છે નાવડી
એને તારો ને મારી માત
ખોડીયાર અમને ઉગારો મારી માત
આરે જગત માં નથી કોઈ મારું
એક જ છે તારો આધાર
ખોડીયાર અમને ઉગારો મારી માત
બાળકો તારા નામે નાચે છે
જય જય ખોડીયાર માત
ખોડીયાર અમને ઉગારો મારી માત
ખમ્કારી ખોડિયાર સાચી તું જોગણી
તારા પરચાનો નથી પાર
ખોડીયાર અમને ઉગારો મારી માત
ખોડિયાર ખોડિયાર જે કોઈ ગાશે
એની રક્ષા કરે દીન રાત
ખોડીયાર અમને ઉગારો મારી માત
ભોમેશ્વેર પ્લોટ ને પાદર વશીય
ઈ તો જોગમાયા છે સાક્ષાત
ખોડીયાર અમને ઉગારો મારી માત