ગોકુલ મા એક કાનુડો કાન છે
ત્યા મૂની લઇ હાલો રે સય
વેણુ વાગડે કામધેનુ ચરાવતો
જશોદા નંદજી નો લાલો રે
નંદ નો લાલો છેલ છોગાડો,
મોહન મથુર મુરલીવાળો
સંગે સોહે ગોપ-ગોવાળો,
ત્યા મૂને લઇ હાલો રે.
માથે છે મોરપીંછ કાને છે કુંડલ
હાડલો હેમ નો સોહાવે છે વાહલા
નંદ નો લાલો છેલ છોગાળો
મોહન મધુર મુરલીવાળો
સંગે સોહે ગોપ-ગોવાળો
ત્યા મૂને લઇ હાલો રે