38 રમવા આવે છે રાંદલ માવડી


ઝમકે ઝાંઝર ને ઝમકે
ઝાંઝરી રે લોલ
ઝમકે છે કઇ ચાંદો સુરજ સાથ જો
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ

આંગણિયે તોરણ મોટી પથારા રે લોલ
રાંદલ માડી જોવું તમારી વાટ જો
હરખે વધવા અમે હાલિયા રે લોલ
ભાવે ભર્યો મોતીડા નો થાળ જો
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ…

દુખિયા દોડી ને દ્વારે આવતા રે લોલ
દડવા વળી કરને દયા માત જો
રમે વવરું ને રમે દીકરી રે લોલ
ગાય છે મારી રાંદલ માના ગીત જો
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ…

વાંઝીયા વિનવે છે તને માવડી રે લોલ
આપો માડી ખોળાને ખુંદનાર રે
પાંગળા પોકારે તને માવડી રે લોલ
આંધળા કરે અરજી તને માત જો
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ…

રાંદલ રીઝ્યા ને બોલ આપ્યો રે લોલ
દીધો એને ખોળાનો ખુંદનાર રે
રાંદલ બેઠા ભોમેશ્વેર પ્લોટ માં રે લોલ
ભાવ થી કરશે રાંદલ કામ જો રે લોલ
રમવા આવે છે રાંદલ માવડી રે લોલ…


Leave a Reply

Your email address will not be published.