લટકે હાલો ને નંદલાલ
જી કે તારા લટકનું નથી મુલ
હો ગોરી તારા લાતાકનું નથી મુલ
કે લટકે હાલોને
ઉજળા રંધાવવું હું તો ચોખાલાને
ગોરી એમાં પીરસાવું ઘી
એ ગોરી જેને તેમાં પીરસાવું ઘી
કે લટકે હાલોને
આંગણિયે વવડાવું હું તો કેવડો ને
ગોરી ટોટલે નાગરવેલ
એ ગોરી જોને ટોડલે નાગરવેલ
કે લટકે હાલોને
પરથમ જમાડું પીયુ પતાલાને
પછી રે જમાડું મારો વીર
ઓ ગોરી જોને પછી રે જમાડું મારો વીર
કે લટકે હાલોને