આતો મારા માજીના રથનો રણકાર
રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આતો મારા માજીના રથનો રણકાર
રથનો રણકાર
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
રૂમઝૂમતો રાચતો રણઝણતો નાચતો
ઝમકંતા ઝાંઝરનો ઝીણો ઝણકાર,
ઝીણો ઝણકાર
આવો ઝણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધીમો ધીમો ચાલતો મીઠો મીઠો લાગતો
ધામકંતા ઘુઘરી નો ઘેરો ઘમકાર
ઘેરો ઘમકાર
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
ચાચરમા જાગતો ગબ્બરમા ગાંજતો
દિવ્ય દેવી તેજનો જ્યોતિ ઝબકાર
જ્યોતિ ઝબકાર
આવો ઝબકાર મે તો ક્યાંય નથી સાંભળ્યો
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
રથ માંથી અમૃતના છાંટણા રે છાંટતી
મારી ‘મા’ અંબા નો જય હો જયકાર
જય હો જયકાર
આવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
આવો ઝબકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો