એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ ગરબો ચાચર રમવા ને આવ્યો
કે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ માડી સોળે સજી શણગાર
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ ગરબાની ઉપર ચીતર્યો માએ
ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક
એ ગરબાની ઉપર ચીતર્યો માએ
ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક
હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગણપતિ એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
સોનાનો ગરબો શિર પર લઈને
આવ્યા અંબે માં
સોનાનો ગરબો શિર પર લઈને
આવ્યા અંબે માં
હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો સરસ્વતી એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે