એવા સાત સાત દેવીને વીરો માનતા,
હે…કોઈ ન આવે કુળદેવીની તોલે રે
કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની
કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,
હે…બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રે
કુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની
હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,
હે…ચોથે માએ માર્યો મહિષાસુર રે,
કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની
હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,
હે…છઠે માએ સોળ સજ્યા શણગાર રે,
કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની
હે એવા સાતમે નોરતે માંડી સંચારીયા,
હે…આઠમે માએ પૂરી મનની આશ રે,
આશાપુરી માતા,રક્ષા કરો અમારા કુળની
હે એવા નવમે મા નારાયણી રૂપ છે