46 ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી


હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
હે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
ગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠી
આવ ને ઘડીક હેઠી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
અરે નોરતાની રાત આવી નોરતાની રાત

એ અંબા બહુચર ને આવો મહાકાળી
અંબા બહુચર ને આવો મહાકાળી
રમવાને રંગતાળી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત

એ હાજર થાજો રે મારી માતા હિંગળાજ
મોગલ સોનલ માં રમવા આવો આજ
એ મોમાઈ રવેચી આવો આશાપુરા માં
ખમકે ખોડલ આવો સાતે બેની સાથ

એ હાકલ કરતી ને ધરણી ધ્રુજાવતી
હાકલ કરતી માડી ધરણી ધ્રુજાવતી
આવો ને રુમ ઝૂમ રમતી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નવલી નવરાત

હે ગરબો લઇને માથે આયા જોગમાયા
હરસધ્ધ ભવાની સાથે ચામુંડાને લાવ્યા
હો નવલાખ તારલાને ચાંદો પડે ઝાંખો
મળી સૌ દેવીઓને ચોક ભર આખો

એ માંડવીમાં દીવડા જગમગ થાતાં
માંડવીમાં દીવડા જગમગ થાતાં
મનુ રબારી ગુણ ગાતા રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત..


Leave a Reply

Your email address will not be published.