હાલો જળ જમુના રે હો લાવવા
ગિરિધર આવશે ગઉ ધન પાવા
અંબે કામલડી નો કટકો
જોજો એની ચાલ નો રે હો ચટકો
હાલો જળ જમુના રે હો લાવવા
હમણે લગન નથી નંદ લલા
વ્યાકુળ થાઓ માં રે વાહલા
હાલો જળ જમુના રે હો લાવવા
સુંદરી વ્રજ ની મહાસુખ પામી
વ્યાકુળ થાઓ માં રે વાહલા
હાલો જળ જમુના રે હો લાવવા
ગિરિધર આવશે ગઉ ધન પાવા
ગોવાળિયાની મંડળી રે હો નયને
હાલો જળ જમુના રે હો લાવવા