ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
વગડે ગાજે મુરલીના શોર,
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.