02 અમે મૈયારાં કંસ રાજાનાં


અમે મૈયારાં કંસ રાજાનાં,
કોઈને ન દઈએ દાણ રે
મારગડો મારો મેલી દિયોને કુંવર કાન

એ.કિયા રાજાના તમે બેટડાને,
શું છે તમારાં નામ રે
મારગડો મારો મેલી દિયોને કુંવર કાન

એ નંદરાજાના અમે બેટડા ને,
કાનો છે મારું નામ,
કાન કુંવરજી મારું નામ રે…
મારગડો મારો મેલી દિયોને કુંવર

એ દૂધે ભરી તલાવડી ને
મોતીડે બાંધી પાળ રે
એ… દૂધ તમારાં ઢોળાઈ જાશે,
તૂટશે મોતીડાંની પાળ રે..
મારગડો મારો મેલી દિયોને કુંવર કાન…


Leave a Reply

Your email address will not be published.