-
122 મને કૃષ્ણ જોયાના કોડ
મને કૃષ્ણ જોયાના કોડ,હાંરે મને વા’લો જોયાના કોડ.હે સહિયર ચાલો ને,ચાલો ચાલો સહિયર ચાલોનેમાતા ઉમીયાને લાગુ પાય (૨)હરિ વર આલોને…………સહિયર… હે દે’રે દે’રે દીવા કરું ને,પૂ જું હું શંકર દેવ,શામળિયો વર પામવા રે (૨)હું કરું રે શંભુ તારી સેવ…સહિયર… કાલંગડીને કાંઠડે ને, નહાતા નિર્મળ નીર,વસ્ત્ર જ વીઠલો હરિ ગયો રે (૨)હું તો શાણે ઢાકું શરીર…સહિયર… […]
-
121 વગડાની વચ્ચે તળાવ
વગડાની વચ્ચે તળાવ,મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છેગોરી મને લેવા દો લ્હાવ,નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇલાગ્યો મને કાળજડે થાક,સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે ગોરી મને લેવા દો લ્હાવ,નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છેવગડાની વચ્ચે તળાવ,મનનો માનેલો મારો રસિયો ગાગરડી […]
-
120 વેરૂમાં વીરડો ગાળતી
“મજબૂત રાખું મનનેમારુ હૈયું રહે નય હાથમાંજે દી એ હતી સઘળું હતુંમારું સુ:ખ એની સાથમાંમજબુર થઈ મારે જીવવું રહ્યુંઅને મારા નેણે નીંદ ના આવતીપાદર ઘુમાવે અલ્યા પદમણીમને યાદ તારી એ આવતી,મને યાદ તારી આવતી…” વેરૂમાં વીરડો ગાળતીવેરૂમાં વીરડો ગાળતી તી રેગેલડીયારે રબારી…તારા ખોબલે પાણી પાતી તીપહોલીએ પાણી પાતી તી રેઘેલી રે હો હજારણ પણ પલ […]
-
119 હૈયે રાખી હામ મારે ચીતરાવું છે
હૈયે રાખી હામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.પાઘડ્યું પરિયામ ત્યાં તોઉમટ્યાં ગામના ગામ,મેળે નહીં જઇએ. ગામના મણિયારા રૂડીચૂડીયું લઇ બેઠાં’ જો,ચૂડીનું શું કામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ. મંદિરના પછવાડે પેલોસૂંડલાવાળો બેઠો’ તોઆવી લેજો દામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.
-
118 કાળી વાદલડી તુંને વિનવે રે
કાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાકાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે જાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગ મોરલા.. હો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે કરી લેને […]
-
117 તમે કિયા તે ગામનાં ગોરી રાજ
તમે કિયા તે ગામનાં ગોરી રાજઅચકો મચકો કાં રે લી અમે નવાનગરના ગોરી રાજઅચકો મચકો કાં રે લીતમે કિયા તે ગામથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લીઅમે પોરબંદરથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લી તમે કેટલી તે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીઅમે સાતે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીતમે કેટલા ભાઈ કુંવારા […]
-
116 આજ સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે. આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી […]
-
115 આજનો ચાંદલિયો મને લાગે બહુ
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… તારા રે નામનો છેડ્યો એક તારો,હું તારી મીરાં તું ગિરધર મારો…આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;જોજે વિખાય નહીં શમણાનો માળો,કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો… દો […]
-
114 તારા આંગણીયા પૂછીને જે કોઈ
એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.આવકારો મીઠો આપજે રે. એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,બને તો થોડું કાપજે રે… માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.આવકારો મીઠો… “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.આવકારો […]
-
113 આવડા મંદિરમાં હું તો એકલી
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલઆવડા મંદિરમાં હું તો એકલી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલકેમ કરી મારા દઃખના દા’ડા જાય જો આપરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ તમારે પરમાર સૈંયર સામટી રે લોલરે’જો તમો રાજું કેરી રીત જોપંડડા રે’શે તો પાછા પૂગશું રે […]