140 મુને ઢોલે રમવા મેલ્ય


હે મુને ઢોલે રમવા મેલ્ય મારા સાયબા,
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે.

હે મારા પગે આ કડલાં ટૂંકાં રે પડે,
હે મુને ફરીને કડલાં ઘડાવ્ય મારા સાયબા,
ઝાલાવાડી ઢોલ…

હે મારા હાથે આ ચૂડલો ટૂંકો રે પડે,
હે મુને ફરીને ચૂડલો ઘડાવ્ય મારા સાયબા,
ઝાલાવાડી ઢોલ…

હે મારી ડોકે આ હારલો ટૂંકો રે પડે,
હે મુને ફરીને હારલો ઘડાવ્ય મારા સાયબા,
ઝાલાવાડી ઢોલ…

હે મારા નાકે આ નથણી ટૂંકી રે પડે,
હે મુને ફરીને નથણી ઘડાવ્ય મારા સાયબા,
ઝાલાવાડી ઢોલ…


Leave a Reply

Your email address will not be published.