મેલી દિયો ગિરધારી, મારગડો મારો
મેલી દિયોને ગિરધારી.
ખારા સમદરમાં મીઠી એક વીરડી,
ત્યાં પાણી ભરે છે પાણિયારી,
મારગડો મારો મેલી દિયોને ગિરધારી
સાસુ ને સસરા ઘરમાં છે ભૂંડાં,
એ મારી નણંદી છે નઠારી,
મારગડો મારો મેલી દિયોને ગિરધારી
નાનો દિયરિયો ઘરમાં છે લાડકો,
એ મારી હાડ કાઢે છે તાણી તાણી,
મારગડો મારો મેલી દિયોને ગિરધારી
મેલી દિયોને ગિરધારી મારગડો મારો
મેલી દિયોને ગિરધારી.