મારી મેના રે બોલે રે ગઢને કાંગરે
કાયાના કુડા રે ભરોંસા‚
દેહુંના જૂઠા રે દિલાસા‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚
હીરલો છે રે ધરતીની માંય,
હીરલો છે રે ધરતીની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚
મોતીડાં છે રે છીપની માંય‚
મોતીડાં છે રે છીપની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
એવી મેના ને મેકરણ બેઉ એક છેરે
એને તમે જુદા રે નવ જાણો‚
એને તમે જુદા રે નવ જાણો‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…