આવી રૂડી અંબલીયાની ડાળ
હિંચકો રે બાંધ્યો હીર નો રે માણારાજ
હિંચકો રે બાંધ્યો હીર નો રે માણારાજ
હે દાદા તમારે દેવુ હો તે દેજો રે
હે દાદા તમારે દેવુ હો તે દેજો રે
અમારે જાવું વેગળું રે માણારાજ
દાદા એ દોધા કાળજડા ના દાન
દાદા એ દોધા કાળજડા ના દાન
દિકરી ને હેતે વળાવ્યા રે માણારાજ
દિકરી ને હેતે વળાવ્યા રે માણારાજ
હે માતા તમારે દેવુ હોય તે દેજો રે
માતા તમારે દેવુ હોય તે દેજો રે
અમારે જાવું વેગળું રે માણારાજ
માતા એ દીધા મમતાના દાન રે
માતા એ દીધા મમતાના દાન રે
લાડકી ને હેતે વળાવ્યા રે માણારાજ