રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો
આજ અમે ગ્યાતાં સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો
હે આજ અમે ગ્યાતાં મણિયારાને હાટ જો
આ ચૂડલીયુ રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો
હે આજ અમે ગ્યાતાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો
હે આજ અમે ગ્યાતાં મોચીડાને હાટ જો
આ મોજડિયું રે મૂલવતા વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી રે ઉજાગરો ક્યા રે કીધો