એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હે મને પુછે આ નગરના લોક આતો
હે આતો કોનું લીધેલ છે આ લેરિયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે…
હે મારા સસરાજીનું લીધેલ લેરિયું રે
મારા સસરાજીનું લીધેલ લેરિયું રે
હે મારી સાસુની પાડેલ ભાત આતો
હા આતો એમનું લીધેલ છે આ લેરિયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે…
હે મારા જેઠજીનુ લીધેલ લેરિયું રે
મારા જેઠજીનુ લીધેલ લેરિયું રે
હે મારી જેઠાણીની પાડેલ ભાત આતો
હા આતો એમનું લીધેલ છે આ લેરિયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે…
હે મારા પરણાજીનુ લીધેલ લેરિયું રે
મારા પરણાજીનુ લીધેલ લેરિયું રે
હે મને લેરીયુ ઓઢાની ઘણી હામ રે
હા આતો એમનું લીધેલ છે આ લેરિયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે…