કચ્છમાં અંજાર મોટા શેર હો જી રે
જ્યાં જેસલ ના હોય રંગ મોલ રાજ હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે
જેસલ ને ઉતારા ઓરડા હો જી રે
સતી તોરાંને મેડીના મોલ રાજ હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે
જેસલને નાવણ કુંડિયું હો જી રે
સતી તોરાં ને જમુનાના નીર હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે
જેસલને ભોજન લાડવા હો જી રે
સતી તોરાં ને કઢિયેલ દૂધ રાજ હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે
જેસલને મુખવાસ એલચી હો જી રે
સતી તોરાં ને બીડેલા પાન રાજ હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે
જેસલને પોઢણ ઢોલીયા હો જી રે
સતી તોરાં ને હિંડોળા ખત રાજ હો રાજ
હળવે હાંકો ને સંચીર ઘોડલા હોજી રે