ઉભી ઉભી ઉગમણે દરબાર રે,
કાગળિયા આવ્યા રાજનાં રે લોલ…
ઉભી ઉભી…(1)
ઉઠો દાસી,દિવડીયા પ્રગટાવો રે,
અમારે જાવું ચાકરી રે લોલ….
ઉભી ઉભી…(2)
વણી રે વણી,અધમણ રૂની દિવેટ રે,
સવામણ તેલે સિચીયું રે લોલ…
ઉભી ઉભી…(3)
બાળ્યા બાળ્યા નવનવ ઘાણીયુંનાં તેલ રે,
તો યે ના કાગળ ઉકલ્યા રે લોલ….
ઉભી ઉભી…(4)
એની કોરે મોરે લખિયેલ સોસો સલામ રે,
વચમાં તો વેરણ ચાકરી રે લોલ…
ઉભી ઉભી (5)
ચાકરીએ મારા સસરાજીને મોકલો રે,
પરણોજી નહીંજાય ચાકરી રે લોલ…
ઉભી ઉભી…(6)
તારો સસરોજી તો ચોરાનો ચોવટીયો,
ચોરાની ચોવટ ભાંગશે રે લોલ…
ઉભી ઉભી..(7)
રોજી ઘોડી પાતળિયો અસવાર રે,
પરણ્યોજી હાલ્યાં ચાકરી રે લોલ….
ઉભી ઉભી (8)