મોરલી તો ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવા જાય રંગ મોરલી…૨
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
સસરો મનાવા જાય રંગ મોરલી
સસરાંની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર
જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
જેઠ મનાવા જાય રંગ મોરલી
જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર
જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
દિયર મનાવા જાય રંગ મોરલી
દિયરિયાની વારી હુંતો નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર
જઈશ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે
પરણ્યો મનાવા જાય રંગ મોરલી
પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
હા.. હા.. હોવે હું તો મારે મહિયર
નહીં જાવ રંગ મોરલી
મોરલી તો ચાલી રંગ રૂસણે રે