મારી સગી નણંદના વીરા, રૂમાલ માર્ચ લેતાજજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો.
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ જજો.
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાચું માણશું કે રૂમાલ મારો લેતા જજો.
ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો.
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.
નાવણ આલીશ ડિયું, એ રૂમાલ મારો લેતા જજો.
ઝિલણિયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.