એક ઝાડ માંથે ઝુમકડું,
ઝુમકડે રાતા કુલ રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….
એક પાળ માંથે પારેવડું,
પારેવડે રાતા પગ રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….
એક ડાળ માંથે પોપટડો,
પોપટડે રાતી ચાંચ રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….
એક નાર માંથે ચુંદલડી,
ચુંદડીએ રાતી ભાત રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….
એક બેન માંથે સેથલિયો,
સેથલિયે લાલ હિંગોળ રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….
એક સિંધુ પાળે સાંજલડી,
સાંજડીએ રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરીયો….