ખમ્મા મારા નંદજીના લાલ,
મોરલી કયારે વગાડી,
હું રે સુતી તી મારા શયનભુવનમાં,
સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી
માખણ મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા,
માખણ મિંદડા ખાય મોરલી ક્યારે વગાડી
આંધણ મેલ્યા છે મેં તો ચુલા ઉપર ઝુલતા,
આંધણ ઉભરાય જાય મોરલી ક્યારે વગાડી
બેડા મેલ્યા છે મેં તો સરોવર પાળે,
ઇંઢોણી આંબાની ડાળ મોરલી ક્યારે વગાડી
મોરલીના સુરે વાલા ભાન હું તો ભુલી,
દરશનદિયોને સુંદિર શ્યામ મોરલી ક્યારે વગાડી.
હું રે સુતી તી મારા શયનભુવનમાં,
સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી