46 દિકરો મારો લાડકવાયો દેવનો


દિકરો મારો લાડકવાયો દેવનો દિધેલ છે,
વાયરા જરા ધીરા વાજો,
એ નીંદમાં પોઢેલ છે.દિકરો મારો (1)

રમશું દડે કાલ સવારે, જઇ નદીને તીર,
કાળવી ગાયના દુધની પછી,રાધંશું નીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી,આંબલી રાખેલ છે.
દિકરો મારો (2)

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠાં બોર,
છાંયડા ઓઢી ઝૂલશું ઘડી,થાશે જ્યા બપોર,
સીમ વચાળે વડલા ડાળે હિંચકો બાંધેલ છે.
દિકરો મારો (3)

ફૂલની સુંગધ ફૂલનો પવન, ફૂલનાં જેવો સ્મિત,
લાગણી તારી લાગતી જાણે,ગાય છે ફૂલો ગીત,
આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે…
દિકરો મારો (4)

હાલક-ડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે,રાજકુમારી કો ક,
રમતાં રમતાં હમણાં એ તે ,આંખડી મીચેલ છે…
દિકરો મારો (5)


Leave a Reply

Your email address will not be published.