હો તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાય,
પણ મારો કદી પ્રેમ નઈ ઓસો થાય,
તડકો છાયો ભલે ગમે તેવો થાય,
પણ મારો કદી પ્રેમ નહી ઓછો થાય,
હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાય
તને મળ્યા વિના મારો દાડો નહિ જાય
હે તડકો છાયો, ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ
જાતે હસીને જાનુ, મને તુ રડાવે ભલે,
પણ નહિ આવે કોઈ, તારા આ જીગાની તોલ,
રાખુ છુ તમને જાનુ મનના મોંઘેરા મોલ,
જીવ ધરી દઈશુ જાનુ, તમારા એકજ બોલે
હેડકી તને આવે તો દુઃખ મને થાય,
તને ઉદાસ જોઈ મા
હે તડકો છાંયો
અમુક વાતમા જાનુ ચડતી તુ જયારે જીદે,
દિલની વાત તારી સમજી લેતો વગર કીધે,
દેવડે દેવડે જાનુ માનતા માનુ છું બધે,
હાચવીને રાખજે પ્રભુ જીવુ છુ હુ એના લીધે,
જીવુ છુ હુ એના લીધે,
દુઃખનો ભલે ગમે તેવો રાત દાડો થાય,
પ્રેમનો પડછાયો મારો કદી ના ભુસાય
હે તડકો છાંયો