તને જોઈ પણ જો ન શક્યો
બીજા હારે જોઇ રહી ન શક્યો,
તને હસતી જોઇ, તારા સામે રડી ના શક્યો
ચુપચાપ રહ્યો, કાઇ બોલી ના શક્યો
તને જોઇને મારો પગ ના ટક્યો
તને કેવી હતી દિલના વાત કઇ ના શક્યો
તને હસતી જોઇ
પ્રેમના નામથી વિશ્વાસ ઉઠી ગયો
લાગ્યુ જાણે એવુ મારા રોમ રુઠી ગયો
જીગા જાનુડીનો સાથ આજ છટી ગયો
પરભવનો પ્રેમ પલ મારે તુટી ગયો
આંખ આહુડાની ધાર જાન લુછીના શક્યો
તને કોઈ વાત હુ તો પુછી ના શક્યો
તને પ્રેમના બે બોલ બોલી ન શક્યો
તને હસતી જોઇ
લખ્યુ હસે કિસ્મતમા તારૂ દર્દ સહેવુ
તારાથી જુદા થઇને હવે કેમ જીવવુ
કોને જઈને કેવુ કોની આગળ રડવુ
નથી સમજાતુ મારે હવે શુ કરવુ
મળી તુ મને પણ મલી ના શક્યો
તને જોઇને મારો જીવ બહુ બળ્યો
તારાથી જુદો થઇને એક્લો પડયો
તને હસતી જોઇ